સત્ય દરરોજ માણસની પરીક્ષા કરે છે. સત્ય દરરોજ માણસને સવાલ કરે છે. માણસે તેનો જવાબ આપવાનો હોય છે. જેમ દરેક સવાલના જવાબમાં હા કે ના હોય છે તેમ સત્યના સવાલમાં સત્ય અને અસત્ય હોય છે. સત્ય નહીં જીતે એવું લાગે ત્યારે માણસ અસત્યનો સહારો લે છે અને ત્યારથી તેની હારની શરૂઆત થાય છે. સત્ય કદાચ પહેલા તબક્કામાં હારે પણ અંતિમ તબક્કામાં તો જીતતું જ હો...ય છે. અસત્ય હંમેશાં પહેલા તબક્કામાં જીતે છે, પણ છેલ્લે હારે છે. અસત્યનું આયુષ્ય લાંબું હોતું નથી. સત્ય સનાતન છે. માણસ અને દરેક જીવનું આયુષ્ય ખૂટે છે, પણ સત્યનું આયખું ખૂટતું નથી. માણસની ગેરહાજરી પછી પણ એનું સત્ય જીવતું રહે છે.-ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ
No comments:
Post a Comment