Mahesh Panchal
હું મહેશ પંચાલ મારા આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આભાર
Monday, 4 July 2011
Monday, 27 June 2011
સત્ય દરરોજ માણસની પરીક્ષા કરે છે.
સત્ય દરરોજ માણસની પરીક્ષા કરે છે. સત્ય દરરોજ માણસને સવાલ કરે છે. માણસે તેનો જવાબ આપવાનો હોય છે. જેમ દરેક સવાલના જવાબમાં હા કે ના હોય છે તેમ સત્યના સવાલમાં સત્ય અને અસત્ય હોય છે. સત્ય નહીં જીતે એવું લાગે ત્યારે માણસ અસત્યનો સહારો લે છે અને ત્યારથી તેની હારની શરૂઆત થાય છે. સત્ય કદાચ પહેલા તબક્કામાં હારે પણ અંતિમ તબક્કામાં તો જીતતું જ હો...ય છે. અસત્ય હંમેશાં પહેલા તબક્કામાં જીતે છે, પણ છેલ્લે હારે છે. અસત્યનું આયુષ્ય લાંબું હોતું નથી. સત્ય સનાતન છે. માણસ અને દરેક જીવનું આયુષ્ય ખૂટે છે, પણ સત્યનું આયખું ખૂટતું નથી. માણસની ગેરહાજરી પછી પણ એનું સત્ય જીવતું રહે છે.-ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ
Thursday, 23 June 2011
બિઝનેસનો ઝડપી વિકાસ શક્ય બને છે.
બિઝનેસમાં દરેક સંચાલકે પોતાની ભૂલો પ્રત્યે નાનો કર્મચારી પણ ધ્યાન દોરી શકે તેવું વાતાવરણ ઊભુ કરવું જોઈએ તો જ બિઝનેસનો ઝડપી વિકાસ શક્ય બને છે.
મેનેજમેન્ટ ગુરુઓનું માનવું છે કે, ધંધામાં સંચાલકે એવા સલાહકારો રાખવા જોવે જે દર્પણ જેવું કામ આપે. તમારી ભૂલો પ્રત્યે તમને સભાન કરે. આવું તંદુરસ્ત વાતાવરણ જે ધંધામાં ઊભુ કરી શકે તેનો ધંધો ચોક્કસ વિકાસ પામે છે.

Friday, 17 June 2011
પિતાનું આપણાં જીવનમાં કેટલું મહત્વ?
માતા ઘરનું માંગલ્ય હોય છે, તો પિતા ઘર નું અસ્તિત્વ હોય છે. પણ ઘરના આ અસ્તિત્વને આપણે ક્યારેય
સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો ? પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિષે વધુ લખવામાં નથી આવતું કે નથી બોલવા માં આવતું.
કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા કરે છે, સંત મહાત્માઓ પણ માતાના મહત...્વ વિશેજ વધારે કહે છે,
દ...ેવ-...દેવીઓએ પણ માતાના જ ગુણગાન ગયા છે. લેખકો-કવિઓ એ પણ માતાના ખુબ વખાણ કર્યાં છે. સારી
વસ્તુ ને માતાની જ ઉપમા આપવામાં આવે છે.
પણ ક્યાય પિતા વિષે બોલાતું નથી. કેટલાક લોકોએ પિતાની કલ્પના ને કલમની ભાષામાં મૂકી છે પણ તે ઉગ્ર, વ્યસની અને મારઝૂડ કરનારા જ હોયછે. આવા પિતાઓ સમાજમાં એકાદ-બે ટકા હશેજ પણ સારા પિતાઓ વિષે શું લખાયું છે ?
માતા પાસે આંસુનો દરિયો હોય છે પણ પિતા પાસે સંયમની દીવાલ હોય છે. માતા રડીને છૂટી થઇ જાય છે પણ સાંત્વન આપવાનું કામ તો પિતાએજ કરવું પડે છે. અને રડવા કરતા સાંત્વન આપવામાં વધુ મહેનત કરવી પડે છે કારણકે દીવા કરતા દીવી વધારે ગરમ હોય છેને ! પણ શ્રેય તો હમેશા દીવાનેજ મળે છે.
રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે. પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા
પિતાને આપણે કેટલી સહજતા થી ભૂલી જઈએ છીએ ?
બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પણ રાત્રે તકીયામાં મોઢું છુપાવીને ડુસકા ભરે છે તે પિતા હોય છે. માતા રડે છે પણ પિતાને તો રડી પણ શકાતું નથી. પોતાના પિતા મૃત્યુ પામે છતાં આપણાં પિતા રડી શકતા નથી, કારણકે નાના ભાઈ બહેનો ને સાચવવાના હોયછે, પોતાની માતા મૃત્યુ પામેતોપણ પિતા રડી શકતા નથી.
કારણકે બહેન ને આધાર આપવાનો હોય છે. પત્ની અડધે રસ્તે સાથ છોડી ને જતી રહે તો બાળકોના આંસુ લૂછવાનું કામ પણ પિતા એજ કરવાનું હોય છે.
જીજાબાઇ એ શિવાજી ને ઘડ્યા એમ ચોક્કસ પણે કહેવું જોઈએ પણ તે સમયે શાહજી રાજાએ કરેલી મહેનત
ને પણ ધ્યાનમાં લેવી જોઈએ.
દેવકી-યશોદા ના કાર્યની પ્રશંશા અવશ્ય કરીએ પણ નદીના પુરમાંથી મધરાતે માથા ઉપર બાળકને સુરક્ષિત પણે
લઇ જનારા વાસુદેવને પણ મહત્વ આપીએ. રામ એ કૌશલ્યાના પુત્ર અવશ્ય છે પણ પુત્ર વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે પિતા દશરથ હતા.
પિતાના ઠેકઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે. તેમનું ફાટેલું ગંજી જોઈએ તો સમજાય કે
” આપણાંનસીબના કાણા તેના ગંજીમાં પડ્યા છે ”. તેમનો દાઢી વધેલો ચહેરો તેમની કરકસર દેખાડે છે. દીકરા દીકરી નેનવા જીન્સ લઇ આપશે પણ પોતે તો જુનો લેંઘોજ વાપરશે. સંતાનો ૧૦૦/૨૦૦ રૂપિયા પાર્લર કે સલુન માં જઈને બીલ કરશે પણ તેમનાજ ઘરના પિતા દાઢીનો સાબુ ખલાશ થઇ ગયો હશે તો ન્હાવાના સાબુથી દાઢી કરી લેશે. ઘણીવાર તો ખાલી પાણી લગાડી નેજ દાઢી કરી લેતાં હોય છે.
પિતા માંદા પડે ત્યારે તરતજ દવાખાને જતા નથી. તે માંદગીથી ડરતા નથી પણ જો ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે તો શું કરવું તેનો ડર લાગે છે. કારણકે દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોય છે. ઘરમાં આવકનું બીજું કોઈપણ સાધન હોતું નથી.
પહોચ હોય કે નહોય પણ દીકરાને એન્જીનીયરીંગ કે મેડીકલમાં પ્રવેશ અપાવે છે. ખેંચ ભોગવીને પણ બાળક
ને નિયમિત હોસ્ટેલમાં પૈસા મોકલેછે, પણ કેટલાક દીકરાઓ જે તારીખે પૈસા મળે તેજ તારીખે પરમીટરૂમ માં
પાર્ટીઓ આપે છે અને જે પિતાએ પૈસા મોકલ્યા હોય તેનીજ મજાક ઉડાડે છે.
પિતા ઘરનું અસ્તિત્વ હોય છે. જે ઘરમાં પિતા હોય છે,તે ઘર તરફ કોઈપણ ઉંચી આંખ કરીને જોઈ શકતું નથી. કારણકે ઘરના કર્તાહર્તા જીવંત છે. જો તેઓ કંઈપણ કરતા ન હોય તોપણ મહત્વના કર્તાહર્તા તરીકેના પદ ઉપર હોય છે. અને ઘરના કામ જુવે છે, સંભાળે છે.
માતા હોવી અથવા તો માતા હોવાના સત્યને પિતાને લીધેજ અર્થ મળે છે એટલેકે પિતા હોયતોજ માતાનું અસ્તિત્વ શક્ય હોય છે. કોઈપણ પરીક્ષા નું પરિણામ આવે ત્યારે માતાજ સહુથી નજીકની લાગે કારણકે બાજુમાં લે છે,
વખાણ કરે છે, આશિષ આપે છે, પણ ગુપચુપ જઈને પેંડા પડીકા લાવનારા પિતા કોઈના ધ્યાનમાં રહેતા નથી.
બાળક આવવાનું હોય તેવી સુવાવડી સ્ત્રીનું ખુબ મહત્વ હોય છે પણ હોસ્પીટલની લોબીમાં અસ્વસ્થ થઈને
આમ થી તેમ આંટા મારનારા એ આવનારા બાળકના પિતાની કોઈ નોંધ લેતું નથી.
દાઝી ગયા, ઠેશ લાગી કે માર વાગ્યો કે તરતજ “ઓં માં” આ શબ્દો મોઢા માંથી બ્હાર પડેછે પણ રસ્તો
ઓળંગતા એકાદ ટ્રક નજીક આવીને જોરથી બ્રેક મારેતો “બાપ રે” આજ શબ્દ બ્હાર પડે છે. નાના સંકટો
માટે ચાલે પણ મોટી સમસ્યાઓ ના વાદ્ળો ઘેરાય ત્યારે પિતાજ યાદ આવે.
કોઈપણ સારા પ્રસંગે ઘરની દરેક વ્યક્તિ જતી હોય છે,પણ મરણ ના પ્રસંગે પિતાએજ જવું પડે છે.
પિતા શ્રીમંત સાસરું ધરાવતી દીકરીને ત્યાં બહુ જશે નહિ પણ દીકરી ગરીબ ઘરમાં આપી હશે તો ભલે ઉભા ઉભા ખબર કાઢવા જવું પડે, તે ચોક્કસ દીકરીના ઘરના ચક્કર કાપશે.
યુવાન દીકરો ઘરે મોડો આવે ત્યારે પિતાજ તેની રાહ જોઇને મધરાત સુધી ઉજાગરો કરતા હોય છે.
દીકરા ની નોકરી માટે સાહેબ સામે લાચાર થનારા પિતા, દીકરીને પરણાવવા માટે ઠેક ઠેકાણે મુરતિયા જોવા ઉંબરા ઘસતા પિતા, ઘરના લોકો માટે પોતાની વ્યથા અને જરૂરતને કોરાણે મૂકી દેતા પિતા કેટલા ગ્રેટ હો

ઈશ્વરે બક્ષેલી એનર્જી એટલે કે સ્ફૂર્તિ, આંતરબળ, ઊર્જા, ઓજસ, તેજ, કર્મશક્તિ, વીર્ય, કર્મઠતા અને ક્રિયાશીલતાને ખોટા આહારવિહારથી આપણે કલુષિત કરીએ છીએ. માત્ર આહાર જ નહીં પણ નકારાત્મક વિચારો, ડર તેમ જ નિરાશા થકી આ ઊર્જાને હણીએ છીએ. જે. કૃષ્ણમૂર્તિએ તેમના ચાહક પુપુલ જયકરને ૧૯૭૨માં એક સવાલના જવાબમાં અમારી હાજરીમાં કહેલું: ‘આપણે આપણા ખોટા ભય થકી કે સતત શંકા થકી એનર્જીનો વ્યય કરીએ છીએ. ખરેખર તો ઈશ્વરે આપેલી શક્તિનો સંચય કરીને તેના ઉપર જ ઘ્યાન ફોક્સ કરવું જોઈએ. એ ફોક્સ ક્યારે મળે? તમે યોગ કરો ત્યારે.’ ચાણક્યે કહેલાં તે પાંચ નેગેટિવ તત્વોને પણ આપણે જાણવાં જોઈએ. ચાણક્યે માનવીને ચેતવેલા કે પરાન્ન, પરવસ્ત્ર, પરશૈયા, પરિસ્ત્રય: પરવેશ્મનિવાસશ્ચ શક્રસ્થાપિત શ્રિયં હરેત. અર્થાત્ પારકું અન્ન (હરામનુ ખાધેલું), પારકું વસ્ત્ર, પારકી પથારી અને પારકી પત્નીનું સેવન અગર પરાયા ઘરનો વાસ કરે તો ઈન્દ્ર જેવા શક્તિશાળી પુરુષનો મહિમા નષ્ટ થાય છે. તેથી માનવીએ આ પાંચ વાતોથી દૂર રહેવું!
Subscribe to:
Posts (Atom)